logo

Sunday 20th of May 2012
Home Centres India Param Pujya Jyotiben's Pragatya din
Param Pujya Jyotiben's Pragatya din Print E-mail
Sunday, 19 February 2012 11:32

                           સ્વામિશ્રીજી                                                      

જય ગુરૂહરિ પપ્પાજી

પપ્પાજી સ્વરૂપ દર્શન હીરક પર્વની જય જય જય

જયોતિબેનના પ્રાગ્ટ્યપર્વે તેઓના જીવન મહિમામાં ડુબકી મારીએ ‘ગુણાતીત સાધુની અમોઘ સાધના’

કહે છે કે સાધુઓ મમતાથી પર અને ત્યાગમાંથી પ્રગતિ કરીને વૈરાગ્યમાં વિહરતા હોય છે. અંતઃકરણમાં રહેલી વાસના સેવા અને ભક્તિથી શુધ્ધ થઈને પુણ્યનું અનોખું ભાથું ભરી લે છે. નૂતન દેહ ધારણ કરવા માટે ! એમને તો

દેહની પરવા નથી પણ કૃપા ને કરૂણા તેની સંપૂર્ણ કાળજી લે છે. શિરછત્ર દઈને જવાબદારી લે છે. કહેવાય છે કે સાધુઓનું શિર દિવ્ય તત્વ સાકાર કે નિરાકાર પરમની ગોદમાં છે. અને બેઉ ચરણો માનવલોકમાં વિચરણ કરીને જીવોના અનંત પ્રકારના સુખો દુઃખોના નિરાકરણ કરતા હોય છે. પછી તે દુઃખો પોતાના પ્રારબ્ધરૂપે ગયા જનમના જીવનના પાશરૂપે કેમ ન હોય ? એ તો આ સમે, આ કાળે જીવ સુખીયો કેમ થાય ? એવા ગુણાતીત સાધુઓમાંના એક છે આપણા પ.પૂ.જ્યોતિબેન ! પ.પૂ.જયોતિબેન ને જે સામો આવી મળે, તેના સુખે સુખી ને તેના દુઃખે દુઃખી ! અને નિશદિન-અહોનિશ એક જ ચિંતા કર્યા કરે. કેમ કરીને એ જીવ સુખીયો થાય ? મોટા મોટા જ્ઞાનના શબ્દો વેર્યા વિના પોતે સ્વયં દેહને તેની બિમારીઓને ગણકાર્યા વિના દિન કે રાત જોયા વિના પોતે પહોંચી જાય. માથે હાથ મૂકે, હસતા મુખે ગરજુ બની, ધીરજ રાખીને સાંભળે. કહેવાય છે કે જીવનમાં બધું જ – બધા જ મળે છે પણ મનની વાત ક્યાં મૂકવી ? કોની પાસે મૂકવી ? એવું કોઈ આપ્તજન હોય કે અંગત સ્વજન જે ધીરજ રાખીને સાંત્વન આપે અને તે વાત હ્રદયના ઉંડાણમાં સમાવી દે. ક્યારેય બહારે કદીયે ન નીકળે તેવાં સંત તે પ.પૂ.જ્યોતિબેન !

 

આધ્યાત્મિક ર્દષ્ટિથી સૂઝ આપે ! પ્રીતભરી ર્દષ્ટિથી સાંત્વન આપે ! હસ્તસ્પર્શ કરીને શાતા કરી દે અને મીઠાશભરી વાતડીથી ગજબની શાંતિ અંદર બહાર પ્રસરાવી દે ! કહે છે કે હજારો જનનીનું હેત એક ગુણાતીત સંત આપે છે ? પણ, તો, કેમ ? એવા પ્રશ્નો પૂછ્યા વિના ‘એ તો એમ જ હોય’ ‘જીવ તે જીવ’. ‘સંબંધમાં આવ્યો ને મહારાજ બળ દેશે.’ હું ભજન કરીશ ને તમારાથી થાય તેવું તમે પણ ભજન કરજો. શક્ય હોય, થાય તેવી હોય તેવી સેવા તન ને ધનની લઈને મહારાજને ચરણે અર્પી દે. પ.પૂ.જ્યોતિબેન મહાપૂજાથી કામ કરાવે છે. અનંત અલૌકિક ઐશ્ર્વર્યો હોવા છતાંયે એ સર્વે છૂપાવીને શ્રીજી, યોગીજી કે પપ્પાજીનો, સોનાબાનો મહિમા સમજી જીવને ટાઢક કરી દે ! સદાયે હસતા રહેતા, નિશ્ર્ચિંત મને જ્ન્મથી જ જીવતાં જ્યોતિબેનેને ભક્તોની ચિંતા કરતા નિહાળીએ તો ગરવા ને વરવા આત્મીય સાધુજનનું અનોખું દર્શન થાય અને નતમસ્તક થઈ જવાય. શૂન્ય મનસ્ક બની જવાય. પ્રશાંત બની રહેવાય. એવી ગજબની ચિંતા. વારે વારે પોતે મોબાઇલથી ખબર રાખે, પૂછે, સેવકોને પૂછવાનું કહે અને વળી પોતે જ ખેંચીને ફોન લઈને વાત સાંભળે ! એવા ચિંતીત સાધુ જ આ પૃથ્વીનું અમૃત છે જે પોતે ચિંતા કરીને સર્વે નિશ્ર્ચિંતતા બક્ષે છે. પ્રાર્થના ધૂન કરો. મહારાજ ઉપાયભૂત થાય જ. એ સ્વયંના વર્તન જ સત્ય. તો કોણ એના સ્પર્શ ને અનુભવ વિનાનું રહે ? હવે એવા નિશ્ર્ચિંત આપણે બનીને જીવીએ. જેથી આપણી ચિંતા એમને ન કરવી પડે. એ પૂછે તો કહીએ ‘all well’ ‘સર્વોપરી સારૂં’ ‘ભજન કરૂં છું તમે ચિંતા ન કરશો.’ ‘મહારાજ મારૂં કામ કરે છે મેં ધીરજ રાખી છે.’ તેવા આપણા સાચા હ્રદયોદ્દગાર એમને નિત્યે ભક્તો તરફથી સાંભળવા મળે. તેવી આજની તેમની અક્ષરરાત્રિની પ્રાગટ્યપર્વની હ્રદયપ્રાર્થના છે.

 

 

New Jersey - USALondon - UKVidyanagar - India

Any queries about this page? Contact: newsletters@gunatitjyot.org

 


Contact Us - Site Map - Feedback

This website has been optimised for Microsoft Windows Internet Explorer